ભાભર ખાતે ક્રિકેટ મેચમાં શંકર ચૌધરીના બોલિંગ પર અલ્પેશ ઠાકોર એ મારી સિકસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 11:56:06
  • Views : 426
  • Modified Date : 2021-12-04 11:56:06

 

ભાભરના અબાળા ખાતે  જોગમાયા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ને આમંત્રિત કરાયા હતા. જેના ઉદ્ઘાટન પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ બોલિંગ કરી હતી જ્યારે અલ્પેશ ઠાકોરે બેટિંગ કરી શંકર ચૌધરીની બોલિંગ પર સિક્સર ફટકારતા ઉપસ્થિત લોકોએ તાળીયો નો વરસાદ વરસાવ્યો હતો.

 

- બનાસકાંઠા જિલ્લામાં વિડિયો વાયરલ થયો હતો

 

એક ચૌધરી સમાજના નેતા અને એક ઠાકોર સમાજ ના નેતા ને ક્રિકેટ પીચ પર મેચ રમતા જોઈ લોકો આગામી વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષીને અનેક અટકળો લગાવી રહ્યા છે, રાજકારણની પીચ પર બંને નેતાઓ હરીફ ઉમેદવારો સામે ક્લીન બોલ્ડ થયા હતા , ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્લીન બોલ્ડ થશે કે સિક્સર ફાટકારશે તે જોવું રહ્યું.

 

Download Our B K News Today App



Related News