અલ્પેશ ઠાકોરના ઘરે કોણ પહોંચ્યા?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 10:55:07
  • Views : 455
  • Modified Date : 2019-05-08 10:55:07

 અલ્પેશ ઠાકોરને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલા  અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી હતી.ભાજપના આ બન્ને નેતાઓ એટલા માટે હાજરી આપી હતી કે અલ્પેશ ઠાકોરના બંગલાનું વાસ્તુ હતું. આ પ્રસંગે ભાજપના આ દ્રશ્યો જોઈને હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતાં. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૂદ્ધ પ્રવૃતિ કરી હતી.કોંગ્રેસ તેના આધારે ચૂંટણીમાં મળેલા જનમતની વિરૂદ્ધ કૃત્ય બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવાની પિટિશન સંદર્ભે વિધાનસભા અધ્યક્ષ ટ્રાયલ શરૂ કરે તે પહેલાં જ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોર અને પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણીની મુલાકાતની તસવીરો વાયરલ થઈ છે.

Download Our B K News Today App



Related News