મંત્રી બનવા અધિરા બનેલાં અલ્પેશ ઠાકોરે અમિત શાહનો સમય માંગ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:31:55
  • Views : 1010
  • Modified Date : 2019-08-27 11:31:55

કેસરિયો ખેસ પહેર્યા બાદ અલ્પેશ ઠાકોરે મંત્રી બનવા જાણે ધમપછાડાં શરૂ કર્યા છે. જયાં સુધી અમિત શાહ લીલીઝંડી નહી આપે ત્યાં સુધી અલ્પેશ ઠાકોરના મંત્રી બનવાના ઓરતા પૂર્ણ થાય તેમ નથી. સૂત્રો કહે છેકે, હવે જયારે તા.૨૮-૨૯મીએ અમિત શાહ ગુજરાત આવી રહ્ય્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરે તેમની સાથે મુલાકાત કરવા ઇચ્છા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છેકે, ભાજપમાં પ્રવેશ કરતા અગાઉ પણ અલ્પેશ ઠાકોરે અમિત શાહના હાથે જ કેસરિયો ખેસ પહેરવા ઇચ્છા વ્યક્ત કરી હતી પણ અમિત શાહે ભાવ જ આપ્યો ન હતો જેના કારણે આખરે કમલમમાં જઇને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને હાથે ખેસ પહેરવો પડયો હતો.  જોકે, ભાજપના નેતાઓ જ કહી રહ્યા છેકે, આ વખતે ય અમિત શાહ અલ્પેશ ઠાકોરને મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. અલ્પેશ ઠાકોરને તો પેટાચૂંટણી પહેલા જ મંત્રી બનવુ છે એટલે આટલી દોડધામ મચાવી છે.

Download Our B K News Today App



Related News