રાધનપુર અને પાટણમાં અલ્પેશ ઠાકોરનું પુતળા દહન કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:18:32
  • Views : 673
  • Modified Date : 2019-07-07 12:12:19

રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજસભામાં ક્રોસ મતદાન કર્યા પછી રાધનપુરના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેતા રાધનપુર અને પાટણમાં લોકોમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેથી રાધનપુર, સાંતલપુર અને પાટણના લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ  પુતળા દહન કરીને હાયરે અલ્પેશ હાયના નારા લગાવ્યા હતા જેથી
પોલીસે ૫૦ જેટલા કાર્યકરોની અટક પણ કરી હતી.
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મતદારોની વિશ્વાસમાં લીધા વિના જ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા સમગ્ર વિસ્તારમાં તેના ઘેરા પડઘા
પડયા છે. કોંગ્રેસી કાર્યકરોએ શનિવારે સવારે સાડા દસ વાગ્યે રાધનપુર નગરપાલિકા સામે અલ્પેશ ઠાકોરના
પૂતળાનું દહન કરી સમગ્ર વાતાવરણને હાયરે અલ્પેશ ઠાકોર હાય અને રાધનપુરની પ્રજાનો વિશ્વાસ તોડ્‌યાના નારાઓ ગજવી મૂક્યા હતા. પોલીસે આ અંગે જાણ થતાં જ પોલિસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને પુતળાનું દહન કરનાર કોંગ્રેસના ૫૦ થી વધુ કાર્યકરોની પી.આઇ. વી.પી. પરમાર અને પોલીસ સ્ટાફ દ્વારા અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જઈ જવામાં આવ્યા હતા અને મોડેથી તેમને છોડી મુકવામાં આવ્યા હતા.  અલ્પેશ ઠાકોરે શુક્રવાર રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ મતદાન કર્યા પછી રાધનપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને જેના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને અલ્પેશ ઠાકોર લોકોએ એવું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું કે અલ્પેશ ઠાકોર રાધનપુર જનતાને ડફોળ સમજી લીધી છે અને ફરીવાર રાધનપુરની થી જ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને કહે છે કે જનતાના મારે કામ કરવાના બાકી છે તેવા ખોટા વાયદા કરી રહ્યો હોવાથી રાધનપુરની જનતામાં ભારે વિરોધનું વાતાવરણ જોવા મળી રહ્યો છે.  જેમાં  જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશ રાઠોડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવિનભાઇ પટેલ,સાંતલપુર તાલુકા કોગ્રેસ પ્રમુખ મહેબૂબ ખાન મલેક, સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાહિદખાન મલેક, પ્રદેશ ડેલિકેટ હમીરજી ઠાકોર, અણદુભા જાડેજા હરદાસભાઇ આહીર બળવંતજી ઠાકોર અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
 રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્ય સભામાં ક્રોસ વોટીંગ કરી  કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા  પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા  પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે કોગ્રેસ ના કાર્યકરો  ‘હાયરે અલ્પેશ હાય હાય’ અને ‘અલ્પેશ તું કેટલામાં વેચાયો’ ના સૂત્રોચ્ચાર કરી અલ્પેશ ઠાકોર નું પૂતળા દહન કર્યું. અને કોગ્રેશના લોકોમાં ભારે આક્રોસ પણ જોવા મળ્યો હતો આ પૂતળા દહન કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ બાબુજીએ જણાવ્યું હતું કે આગામી સમય માં અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે તો તેની સામે કચકચાઈ વિરોધ કરી પાર્ટીને મજબૂર કરીશુ. અલ્પેશ ઠાકોરના વિરોધ કાર્યક્રમ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર,તાલુકા પ્રમુખ શંકરજી ઠાકોર, કોકીલાબેન પરમાર, ભૂરાભાઈ સૈયદ, ભોગીલાલ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરોએ ઉપસ્થિતરહી વિરોધ કર્યો હતો.

Download Our B K News Today App



Related News