આલ્પા જ્વેલર્સ નો વેપારી સંજય રમેશભાઈ સોનીને ડીસા ઉત્તર પોલીસે ઝડપી પાડ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-09 12:52:50
  • Views : 478
  • Modified Date : 2021-09-09 12:52:50

     ડીસા શહેરમાં આલ્પા જ્વેલર્સ ના વેપારીએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ગ્રાહકો પાસેથી લઈ હોલમાર્ક કરી આપવાનો કઈ દાગીના તેમજ રોકડ પરત ન આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા જે બાબતે દિશા ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આલ્પા જ્વેલર્સ નો વેપારી સંજય રમેશભાઈ સોનીને ડીસા ઉત્તર પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ બે શખ્શો પોલીસ પકડથી હજુ દૂર છે બનાસકાંઠા જિલ્લામાં છેતરપિંડી તેમજ ઠગાઈના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ડીસા શહેર માં આવેલ લાલ ચાલી વિસ્તારમાં સોના ચાંદીની આલ્પા જ્વેલર્સ ની દુકાન ધરાવતા રમેશભાઈ ધરમાભાઇ સોની તેમના પુત્ર સંજયભાઈ રમેશભાઈ સોની તેમજ બીજો પુત્ર રીતેશભાઈ રમેશભાઈ સોની આ તમામ વેપારીઓ ડીસા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી કેટલાક ગ્રાહકો સાથે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગ્રાહકો પાસેથી લઈ હોલમાર્ક કરી આપવાનું કહી દાગીના તેમજ રોકડ રકમ પરત ન આપી લાખોની છેતરપિંડી તેમજ ઠગાઈ  કરી નાસી ગયેલ જે બાબતની દિશા ઉત્તર પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે ડીસા ઉત્તર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં સંજયભાઈ રમેશભાઈ સોની ને દિશા ઉત્તર પોલીસે ઝડપી પાડયો હતો તેમજ હજુ પણ રમેશભાઈ ધરમાભાઇ સોની અને રીતેશભાઈ રમેશભાઈ સોની પોલીસ પકડથી દૂર છે.

Download Our B K News Today App



Related News