​​​​​​​કોરોના થયો અને ડાયાબિટીસ છે તો બ્લેક ફંગસ થઈ જશે તેવા ડરથી અમદાવાદમાં વૃદ્ધે ધાબા પર ઝેરી દવા પી આપઘાત કરી લીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 15:54:06
  • Views : 266
  • Modified Date : 2021-05-30 15:54:06

    રાજ્યમાં કોરોનાની સાથે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ હાહાકાર મચાવી રહ્યો છે. રોજના અનેક કેસો જોવા મળે છે. જેમાં કોઈને આંખ, મોઢા કે જડબાનો ભાગ કાઢી લેવામાં આવે છે. આ બ્લેક ફંગસના કારણે હવે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. શહેરના પાલડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતાં વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો અને ડાયાબીટીસ હતો. વૃદ્ધે બ્લેક ફંગસ થઈ જશે એવા ડરના કારણે પોતાના ફ્લેટના ધાબા પર જઈ ઝેર પી આપઘાત કરી લીધો હતો. પાલડી પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

    શહેરના પાલડી વિસ્તારમાં આવેલા અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ.80) એકલા રહેતા હતા. તેમના દીકરા મુંબઈ ખાતે રહે છે. બે દિવસ પહેલા નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. પાલડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તેમના દીકરા વગેરેનું નિવેદન લીધું હતું.

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિરંજનભાઈને ચાર મહિના અગાઉ કોરોના થયો હતો. તેઓને ડાયાબિટીસની બીમારી હતી. બ્લેક ફંગસ થઈ જશે તેવો ડર લાગતા તેઓએ ધાબે જઈ ઝેરી દવા પી લીધી હતી. પાલડી પોલીસે આ મામલે અકસ્માત મોત દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.


Download Our B K News Today App



Related News