બ્રિટને કહ્યું- ભારત અમારો મિત્ર દેશ, આ મુશ્કેલ સમયમાં અમે તેની સાથે છીએ, EU અને ઈરાને પણ ભારતને મદદ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-26 11:33:18
  • Views : 246
  • Modified Date : 2021-04-26 11:33:18


    કોરોનાની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહેલા ભારતને મિત્ર દેશોએ મદદની ઓફર કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને રવિવારે સાંજે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે ઊભા છીએ. અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. ભારત અમારો મિત્ર દેશ છે અને કોવિડ-19 સામેની આ લડાઇમાં અમે તેને સંપૂર્ણ સાથ આપીશું.જોહન્સના નિવેદનના થોડા સમય પછી બ્રિટન સરકારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું. તેણે કહ્યું- ભારતને તાત્કાલિક 600 મેડિકલ સાધનો મોકલવામાં આવી રહ્યાં છે. આમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર સામેલ છે. બીજી તરફ, બુર્જ ખલીફાને ભારતીય ત્રિરંગાના રંગથી રંગવામાં આવ્યો હતો. આના દ્વારા તેણે પણ ભારતની સાથે ઊભા રહેવાનો સંદેશ આપ્યો હતો.

Download Our B K News Today App



Related News