બારડોલી તાલુકા પંચાયતમાં સ્માર્ટ બોર્ડ કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 15:19:47
  • Views : 63
  • Modified Date : 2024-02-03 15:19:47

સુરત : બારડોલી તાલુકા પંચાયતના કથિત સ્માર્ટ બોર્ડ કૌભાંડ મામલે કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ મામલે તટસ્થ તપાસની માગ કરી છે. બારડોલી તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગી કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો અને કસુરવારો સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી હતી.સુરત જિલ્લાની બારડોલી તાલુકા પંચાયતમાં શાળાઓમાં લગાવવામાં આવેલા સ્માર્ટ બોર્ડ મામલે કૌભાંડના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મોરચો લઈને બારડોલી તાલુકા પંચાયત કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. બારડોલી તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર તટસ્થ તપાસની માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત તપાસમાં સામે આવનાર જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેમ જણાવાયું હતું.

Download Our B K News Today App



Related News