ગુજરાત સરકાર સફાઈ કામદારો અને તેમના વારસદારો નું શોષણ કરતી હોવાનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-11 12:19:04
  • Views : 223
  • Modified Date : 2022-07-11 12:19:04

 

ડીસા ખાતે વાલ્મીકી સમાજ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

 

ગુજરાત સરકાર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માં શહેર ને સ્વચ્છ રાખવાનું કામ કરતા સફાઈ કામદારો અને તેમના વારસદારો નું શોષણ કરતી હોવાનો આક્ષેપ રવિવારે ડીસા વાલ્મીકી સમાજ ના તેજસ્વી તાર્લેઓને સન્માન સમારોહ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને કોગ્રેસ આગેવાન ગોવાભાઇ રબારી એ કર્યો હતો.

ડીસા શહેર ના નવા વાસ ખાતે આવેલ વાલ્મીકી સમાજ ની વાડી માં ડીસા શહેર વાલ્મીકી સમાજ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ડીસાના પૂર્વ ધારાસભ્ય, બનાસકાંઠા જમીન વિકાસ બેંક ના ચેરમેન અને કોગ્રેસ આગેવાન ગોવાભાઇ રબારી ના અધ્યક્ષ સ્થાને અને ડીસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતીયા, વાલ્મિકી સમાજ ને આગેવાન છગનભાઈ રાઠોડ (પાલનપુર), ડીસા નગરપાલિકા સદસ્ય પીન્કેશભાઈ દોશી, ડીસા શહેર કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ, ડીસા તાલુકા કોગ્રેસ પ્રમુખ રમેશસિંહ વાઘેલા, સુરેશભાઈ શાહ, જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય સંજયભાઈ દેસાઈ, પ્રભાતભાઈ દેસાઈ, હાર્દિક પઢીયાર સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ડીસા શહેર વાલ્મીકી સમાજ ના આગેવાન કિશોરભાઈ સોલંકી સહિત યુવાનો એ મહેમાનો ને પાઘડી અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી સહીત આગેવાનો ના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો ને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News