વર્લ્ડ હેરિટેજ રાણકી વાવની 5 રુપિયાની ટિકિટ 40 રુપિયામાં વેચાણ કરતા હોવાનો આક્ષેપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 13:46:38
  • Views : 72
  • Modified Date : 2023-11-25 13:46:38

રાજ્યમાં અનેક ક્ષેત્રમાં કૌભાંડ સામે આવતા હોય છે. ત્યારે પાટણમાં પણ કૌભાંડ સામે આવ્યુ છે. પાટણની રાણકી વાવમાં ટિકિટ કૌભાંડ મુદ્દે ફરિયાદ થઇ છે. મુખ્યમંત્રી અને ACBમાં કૌભાંડ અંગે જાગૃત નાગરિકે ઓનલાઇન રજૂઆત કરી છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે જૂની ટિકિટો પર ઊંચા ભાવના સિક્કા મારી વેચવામાં આવતી હતી.જેમાં રૂપિયા 5ની જૂની ટિકિટ પર 40 રૂપિયાનો સિક્કો મારી વેચાણ કરાતું હતું.તો ઓનલાઇન ટિકિટની જગ્યાએ ફિજીકલ ટિકિટ વેચાણ કરાતી હતી અને CCTV કેમેરા બંધ રાખવામાં આવતા હતા.એટલું જ નહીં રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવનો જૂનો ભંગાર પણ રૂપિયા 3 લાખમાં વહેંચી દેવાયો છે.તો પાર્કિગ ટેન્ડરનો સમય પૂર્ણ થવા છતાંય પાર્કિગ ચાર્જ વસૂલવામા આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News