થરાદ તાલુકાના તમામ તલાટી કામ મંત્રી આજે માસસિએલ ઉપર થરાદ તાલુકા પંચાયત ખાતે ધરણા પર બેઠા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-02 11:21:02
  • Views : 308
  • Modified Date : 2021-10-02 11:21:02

થરાદ તાલુકા ના પંચાયત વિભાગના તલાટી કમ મંત્રી આજે થરાદ તાલુકા પંચાયત ખાતે ધરણા કર્યા હતા જેમા થરાદ તાલુકા ના 45 તલાટી જોડાયા હતા જેમાં પંચાયત વિભાગના તલાટી કમ મંત્રી વિવિધ પ્રશ્નો સરકારશ્રીમાં હાલમાં પડતર છે  પ્રશ્નનું નિરાકરણ લાવવા સરકારમાં ભલામણ કરવા વિનંતી તલાટી કમ મંત્રીઓને નવ વર્ષે પ્રમોશનની કોઈ જોગવાઈ નથી . જે રેવન્યુ તલાટીઓની જેમ પ્રમોશન આપવું . તેમજ બાર વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4400 અને ચોવીસ વર્ષે બીજુ ઉચ્ચતર પગાર ધોરણ 5400 આપવું . સને 2004-5 અને 2006 માં નિમણુંક પામેલ તલાટી કમ મંત્રી ( પંચાયત સહાયક ) ને ફિક્સ પગારના પાંચ વર્ષ શિક્ષકોની જેમ સળંગ ગણવા સરકારશ્રીના તા . 16-02-2006 ની નાણા વિભાગની ફિક્સ પગારની નિતિ અન્વયે નિમણુંક પામેલ તલાટી કમ મંત્રી ( પંચાયત સહાયક ) ને તા . 01-06-2016 બાદ પાંચ વર્ષ સળંગ ગણી અને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે નાણા વિભાગના 18-01 2017 નો ઠરાવનો લાભ મળવા પાત્ર છે . તેમ છતાં હિસાબી અને તીજોરી નિયામક કચેરી દ્વારા તલાટી કમ મંત્રીને 01-06-2016 બાદ ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે કોઈ નિતિ સ્પષ્ટ હોઈ પગાર ધોરણ મંજુર કરી શકાય નહી તેવુ જણાવી દરખાસ્તો પરત કરવામાં આવે છે . જે અંગે સરકારશ્રીએ શિક્ષકોની જેમ સળંગ ગણવા સ્પષ્ટતા કરી દરખાસ્તો મંજુર કરવી જેવા મુદ્દા ને લઈને તલાટી ધરણા પર બેઠા હતા એને તલાટી નારે બાજી કરવામા આવી હતી.

 

Download Our B K News Today App



Related News