ડીસા કોલેજના તમામ અધ્યાપકઓએ સરકારી કોલેજોને ખાનગીકરણમાં સમાવેશ ન કરવા સરકાર સામે વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 12:13:57
  • Views : 491
  • Modified Date : 2021-08-12 12:13:57

     રાજ્ય સરકાર દ્વારા 2009 માં સરકારી કોલેજો ને ખાનગી યુનિવર્સીટી માં સમાવેશ કરવા વિધાનસભામાં ખરડો પસાર કર્યો હતો.ત્યારે સમગ્ર ગુજરાત માં સરકારી કોલેજના અધ્યાપકો દ્વારા વિરોધ  કરવામાં આવતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2011માં ખરડાને પરત લીધેલ ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા  ફરી 2021 માં વિધાનસભામાં સરકારી કોલેજોને ખાનગીકરણ કરવાનો ખરડો પસાર કરતા.આજે સમગ્ર ગુજરાત માં જુદાજુદા  સંગઠનોના અધ્યાપકો દ્વારા વિરોધ કરી રહ્યા છે.ત્યારે ડીસા ડી એન પી આર્ટસ  એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે તમામ અધ્યાપકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.કેમકે સરકારી કોલેજો માં ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના વિદ્યાર્થી મોટા પ્રમાણ માં અભ્યાસ કરે છે.અને જો સરકાર સરકારી કોલેજો ને ખાનગીકરણ કરવા આવે તો વિદ્યાર્થીઓ ને મોટી ફી ભરી ને અભ્યાસ કરવો પડે.તેમજ વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં ભારે મુશ્કેલી પડી શકે.જેથી આજે સમગ્ર ગુજરાત માં અધ્યાપકો દ્વારા સરકારી કોલેજો ને ખાનગીકરણ માં સમાવેશ કરવામાં આવે તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

Download Our B K News Today App



Related News