ડીસાના વડીરોડ વિસ્તારમાં રહેતા તમામ લોકો જીવના જોખમે જીવી રહ્યા છે.આ વિસ્તારમાં કોઈજ વિકાસના કામો થયા નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 11:30:53
  • Views : 232
  • Modified Date : 2022-07-06 11:30:53

 

ડીસાના વડીરોડ વિસ્તારમાં રહેતા તમામ લોકો જીવના જોખમે જીવી રહ્યા છે. વિસ્તારમાં કોઈજ વિકાસના કામો થયા નથી.તેમજ વિસ્તારમાં ચોમાસાના સમયમાં લોકો જીવના જોખમે જીવી રહ્યા છે.હાલ સ્થાનિક લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.કે તાત્કાલિક વિસ્તારમાં રસ્તો બનાવામાં આવે તેમજ જોખમી ડીપીને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે...

દ્રષ્યો છે.ડીસાના વાડી રોડ વિસ્તારના. વિસ્તારમાં આજ દિન સુધી કોઈજ પ્રકારનો વિકાસ થયો નથી વિસ્તારમાં રહેતા તમામ લોકો આજ દિન સુધી વિકાસથી વંચિત છે. વિસ્તારમાં નથી તો કોઈ રસ્તો કે નથી થતી સફાઈ.એક તરફ ડીસા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં દિવસે ને દિવસે વિકાસના કામો થઈ રહ્યા છે.તો બીજી તરફ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં લોકોએ વિકાસ જોયો નથી.ત્યારે ડીસાના વાડીરોડ વિસ્તારના લોકો પણ હાલ વિકાસના કામોની રાહ જોઈ બેઠા છે. ડીસાના વાડીરોડ વિસ્તારમાં ચોમાસાના સમયમાં તમામ વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે.તેમજ વિસ્તારમાં જોખમી ડીપી આવેલી છે. ડીપીમાં અનેક વાર સોટ સર્કિટ થવાના કારણે સ્થાનિક લોકો જીવન જોખમે જીવી રહ્યા છે.ત્યારે સમસ્યા નું નિરાકરણ લાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વાર લેખિત તેમજ મૌખિત માં રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કોઈજ પ્રકાર ની કાર્યવાહી થઈ નથી.ત્યારે ડીસામાં બે દિવસ અગાઉ મોડી રાત્રે પડેલા ભારે વરસાદ ના કારણે વિસ્તારમાં આજુબાજુ વિસ્તારનું પાણી વાડી રોડ વિસ્તારમાં ભરાયું હતું. વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા તમામ ઘરમાં ભરાઈ જવા પામ્યું હતું.ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.તેમજ વિસ્તારમાં આવેલી જોખમી ડીપીમાં સોર્ટસર્કિટ થવાથી ધડાકો થવા પામ્યો હતો.જેથી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોખમી ડીપી ને દૂર કરવા તેમજ વિસ્તારમાં સાફસફાઈ તેમજ રસ્તો બનાવવા માટેની માંગ સાથે  સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.અને તાત્કાલિક પાલિકા દ્વારા તમામ સમસ્યા નું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.ચૂંટણી સમયે વિસ્તારમાં સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં વિકાસના કામો થશે તેવી આશાએ ભાજપને ખોબલે ખોબલે મત આપી ત્રણ ઉમેદવારોને વિજય બનાવ્યા હતા.હાલમાં વિસ્તારમાંથી ડીસા નગરપાલિકાના ઉપ પ્રમુખ સવિતાબેન હરિયાણી જીતેલા છે તેમ છતાં પણ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે હાલ તો લોકો વિસ્તારના લોકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક વિસ્તારના લોકોની માંગ પૂરી કરવામાં આવે જેથી આવનારા સમયમાં કોઈ મોટી વરસાદના પાણીના કારણે નુકસાન વેચવાનો વારો આવે

 

 

Download Our B K News Today App



Related News