બનાસકાંઠા જિલ્લાના સામઢી ગામના સમસ્ત મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગાયોને ઘાસચારો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 12:02:16
  • Views : 279
  • Modified Date : 2021-04-09 12:02:16

       હિન્દુ ધર્મમાં સેવા કરવી એ એક આગવું મહત્વ રહેલું છે કોઈપણ ઉત્સવ સમયે હિન્દુ ધર્મના લોકો અલગ-અલગ રીતે સેવા કરતા હોય છે ત્યારે હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા ગાયો ની અલગ અલગ રીતે સેવા કરવામાં આવતી હોય છે ત્યારે સામઢી તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સમસ્ત મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા અનેક સેવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે મહાકાલ સેના ના કાર્યકર્તાઓ દ્વારા અગાઉ કોરોનાવાયરસ ની મહામારીમાં લોકોને જરૂરિયાત પ્રમાણે કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પક્ષીઓને સૌથી વધુ પાણીની જરૂરિયાત હોય છે અને તેવા સમયે મહાકાલ સેના દ્વારા પાણીના કુંડા અને પક્ષીઓને રહેવા માટે ઘર બનાવી અને વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે સમસ્ત મહાકાલ સેના સામઢી ગામ ના કાર્યકર્તાઓ દ્વારા નાણી ગામમાં છેલ્લા ઘણા સમયથી મોટી સંખ્યામાં ગાયો ઘાસ વગર જોવા મળતી હતી.

      ઉનાળાના કપરા સમયમાં ઘાસની અછત હોવાના  કારણે આ કાર્યકર્તાઓ દ્વારા ગાયો માટે કાશ પૂરું કરી અનોખી સેવા કરવામાં આવી છે.નાણી ગામમાં અંદાજીત 2000 જેટલી ગાયોને સામઢી ગામ ના મહાકાલ સેના ના કાર્યકર્તાઓ દ્વારા ઘાસ આપવામાં આવ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં ઉનાળાની શરૂઆત થતા જ ઘાસની અછત સર્જાય છે અને જેના કારણે અનેક પશુઓ મોતને પણ કરતા હશે ત્યારે આવા સમય સામઢી ગામ ના સમસ્ત મહાકાલ સેના ના કાર્યકર્તાઓ દ્વારા જે ગાયોને ઘાસ આપવાનો શરૂઆત કરવામાં આવી છે તેમ અન્ય લોકો પણ આ રીતે બીજા તાલુકાઓમાં ગાયો માટે ઘાસ પૂરું પાડે તો પશુપાલન બચી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News