પાલનપુરના તાલુકાના તમામ તલાટીઓએ તાલુકા મથકે ગ્રામ પંચાયતની ચાવીઓ અને સિક્કાઓ જમા કરાવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 11:57:41
  • Views : 238
  • Modified Date : 2022-08-04 11:57:41


ગુજરાતના ૧૮૦૦૦ ગામોના ૮૫૦૦ જેટલા તલાટી કમમંત્રી અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માગણીઓ મુદ્દે તલાટીઓ હડતાલ પર છે. જોકે સરકારે તેમની વિવિધ માગણીઓ નહીં સ્વીકારતા તલાટીઓ ગ્રામ પંચાયતોની ચાવીઓ અને સિક્કા જમા કરાવી દીધા છે. બનાસકાંઠાના  પાલનપુર તાલુકા પંચાયત હોલમાં તાલુકાના તલાટીઓની મિટિંગ મળી હતી જેમાં તમામ તલાટીઓ દ્વારા ગ્રામ પંચાયતની ચાવીઓ અને સિક્કા જમા કરવામાં આવ્યા છે, વધુમાં જણાવતાં પાલનપુર તાલુકા તલાટી પ્રમુખે જણવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને આવેદપત્ર  આપવામાં આવશે અને પોતાની માગણીઓ વહેલી તકે સ્વીકારવા આવે તે માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવશે.


ગુજરાત રાજ્ય તલાટી મંડળ સાથે  બનાસકાંઠા જિલ્લાના તલાટી મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વર્ષ ૨૦૦૪-૦૫માં ભરતી થયેલ તલાટી કમ મંત્રીની નોકરી સળંગ ગણવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પરીક્ષા પાસ કરવાની શરત રદ્દ કરવામાં આવે, પંચાયત તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીનો સ્પષ્ટ અને કામગીરીના સમાનભારણ મુજબ વહેંચણી કરતો જોબ ચાર્ટ નક્કી કરવા સાથે બન્ને કેડર મર્જ કરવાના નિર્ણયનો અમલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.તલાટીઓ પોતાની વિવિધ માંગો મુદ્દે હડતાળ પર જતા ગ્રામ પંચાયતોમાં અરજદારોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.ગ્રામ પંચાયતોના કામો અટવાયા છે. ત્યારે તલાટીઓની માંગ હવે ક્યારે સ્વીકારાશે,ક્યારે તેઓ પોતાની ફરજ પર પરત ફરશે અને અરજદારોને પડતી હાલાકીઓ ક્યારે દૂર થશે તે જોવું રહ્યું


Download Our B K News Today App



Related News