બિપરજોય વાવાઝોડાના કારણે તમામ જનસેવા કેન્દ્રો તથા ઝોનલ પુરવઠા ઓફિસ 16 જૂન સુધી બંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 14:31:52
  • Views : 84
  • Modified Date : 2023-06-14 14:31:52

 રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા બિપરજોય ચક્રવાતમાં સર્જાનાર સંભવિત પરિસ્થિતિ સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો રાજકોટમાં બિપરજોય વાવાઝોડાના કારણે તમામ જનસેવા કેન્દ્રો તથા ઝોનલ પુરવઠા ઓફિસ 16 જૂન સુધી બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઈને કલેક્ટર પ્રભવ જોશીએ લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. તારીખ 14,15 અને 16 જૂન એમ ત્રણ દિવસ તમામ જનસેવા કેન્દ્રો તથા પુરવઠા વિભાગની તમામ ઝોનલ ઓફિસ બંધ રહેશે. આથી સંબંધિત નાગરિકોને આ સેવાઓનો લાભ 17 જૂનથી રાબેતા મુજબ મળી શકશે, જેની સર્વે નાગરીકોને નોંધ લેવા જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું છે.રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની અસર સામે બચાવ માટે આવશ્યક પગલાં લેવાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મામલતદારઓની આગેવાનીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિકોને સ્થળાંતરિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.રાજકોટ જિલ્લામાં આજરોજ જેતપુર શહેરમાં 51 બાળકો મળી કુલ 99 લોકો, ગોંડલ શહેર અને ગ્રામ્યમાં 95 બાળકો અને 3 સગર્ભાઓ મળી કુલ 340 લોકો, વિંછીયા તાલુકાના વિંછીયા, મોઢુકા અને આંકડીયા ગામના 41 લોકો, લોધીકા તાલુકામાં 82 લોકો, ધોરાજી તાલુકામાં 37 બાળકો અને 2 સગર્ભાઓ મળી કુલ 172 લોકો, ઉપલેટા તાલુકામાં ૬૫ બાળકો મળી 180 લોકો તેમજ જામકંડોરણા તાલુકામાં 18 બાળકો મળી કુલ 112 લોકોને સ્થળાંતરિત કરાયા છે. આમ, રાજકોટ જિલ્લાના 7 તાલુકાઓમાં કુલ 1026 લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 350 કિમી દૂર વાવાઝોડું કેન્દ્રિત છે. વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર છે.જ્યારે નલિયાથી 310 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે જખૌથી 125 થી 135ની પ્રતિકલાકની ઝડપે પસાર થાય તેવી સંભાવના છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાના જોખમના પગલે દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા અને ખાડીમાં 2થી 3 મીટર પાણી આવી શકે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News