રાજ્યના તમામ પતંગોત્સવ રદ, રાત્રિ કર્ફ્યૂ હવે 9ને બદલે રાતના 11થી સવારે 6 સુધીનો થવાની શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 13:58:18
  • Views : 315
  • Modified Date : 2020-12-30 13:58:18

    કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા. આ ઉપરાંત રાત્રિ કર્ફયુનો સમય પણ 11 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ ગઈ છે. જેના પર ગૃહ વિભાગ નિર્ણય લેશે.ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લાં પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવાં કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂ ઘટાડવાનો નિર્ણય લેવાશે.

    કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટેલ અને કેટલાંક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે. નાતાલથી ઇસુના નવાવર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સિઝન રહે છે પરંતુ તે બંધ રહ્યાં હતાં. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે તે માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે છે.દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટેલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા છે. રાજ્ય સરકાર જો કે, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય કરશે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કર્ફ્યૂનો સમય રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધીનો હોઈ શકે છે.

Download Our B K News Today App



Related News