અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર ફિટ અને હેલ્ધી, હવે અન્ય મેડિકલ સ્ટાફ વેક્સિન લેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:45:49
  • Views : 308
  • Modified Date : 2021-01-18 12:45:49

    અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેકસીન લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર ફિટ અને હેલ્ધી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની શરૂઆત કરવી હતી. આજે 48 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોઈને પણ સામાન્ય અસર પણ થઈ નથી. હવે વેક્સિન લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર ફિટ અને હેલ્ધી હોવાની સાથે અન્ય મેડિકલ સ્ટાફ વેક્સીન લેવા તૈયાર છે.

    એશિયાની સૌથી મોટી હોસ્પીટલ સિવિલમાં અત્યાર સુધી મેડિકલ સ્ટાફે વેક્સિન લીધી છે. જેના કારણે લોકોમાં એવી ભ્રમણા હતી કે વેક્સિનની આડ અસર થશે અને તેના કારણે વેક્સિનની પ્રક્રિયા ધીમી પડશે.પરંતુ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેનાર તમામ મેડિકલ સ્ટાફ ફિટ છે અને તેઓ અન્ય સ્ટાફને પણ વેક્સિન લેવા માટે પ્રેરિત કરે છે.સિવિલ હોસ્પીટલના સિનિયર ડોકટર રાકેશ જોશીજણાવ્યું હતું કે અમે વેક્સિન લીધી છે અને મારી સાથે વેક્સિન લેનાર તમામ ફિટ છે.મને વેક્સિનના કારણે કોઈ આડ અસર થઈ નથી તેમજ અન્ય સ્ટાફ પણ વેક્સિન લેવા માટે તૈયાર છે.


Download Our B K News Today App



Related News