જિલ્લાભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:40:32
  • Views : 642
  • Modified Date : 2019-06-01 12:40:32

૩૧ મી મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. આ નિમિત્તે રાષ્ટ્રીય તમાકુ કાર્યક્રમ અંતર્ગત દરેક તાલુકા હેલ્થ ઓફિસ તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે  આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લાના શહેરોમાં આયોજન થયું હતું. જેમાં શહેરોના વિવિધ વિસ્તારોમાં  રેલીઓ દ્વારા  સુત્રોચ્ચાર કરીની લોકોને જનજાગૃતિ અભિયાન હાથ ધર્યુ હતું.  આ રેલીમાં  તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.આ બાબતે ભાભર આરોગ્ય કર્મચારી લાખાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિશ્વમા તમાકુના કારણે ૮૦ લાખ લોકોના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મિનીટે ૧૦ વ્યક્તિ તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનીટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. દસમાંથી નવ ફેફસાંના  કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ. બીડી, ગુટખા અને હુકા જેવા ઘણાં બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડાં સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હૃદય ફેફસાં પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીનનું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્ચાસમાંથી ગંધ આવવી અને કપડામાંથી ગંધ આવવી,  ચામડી કરચલી વાળી થવી. કેન્સર દાંતો પીળા થઇ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમકે હૃદયની બીમારી શ્વાસ નળીમાં સોજો આવવો ન્યુમોનિયા, આંચકા આવવા જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.


Download Our B K News Today App



Related News