બનાસકાંઠા જિલ્લામાં તૌકેત વાવાઝોડાને લઈ 650 રૂટની બસ સેવા કરી બંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-19 13:12:34
  • Views : 332
  • Modified Date : 2021-05-19 13:12:34

    તૌકતે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમેધીમે વધી રહી છે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેવામાં જિલ્લાના તમામ બસ રુટો પણ આજે બપોરથી બંધ કરી દેવાયા છે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં અત્યારે 150 જેટલા બસો ના સિડ્યુલ છે જે તમામ સિડ્યુલ માં 650 થી પણ વધુ રૂટો પર બસો ચાલુ હતી જે તમામ રુટો પર આજે બસો બંધ કરી દેવાઇ છે અને જે જગ્યાએ બસ હોય ત્યાં નજીકના બસ મથક પર બસને મૂકી દેવા માટે તમામ બસચાલકો ને સૂચના આપવામાં આવી છે, જ્યાં સુધી વાવાઝોડાની પરિસ્થિતિ થાળે નહીં પડે અને ઉપરથી આદેશ ન આવે ત્યાં તમામ બસ રુટો બઅંધ રહશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News