અમદાવાદમાં દાંડીયાત્રામાં ભાગ લેનાર તમામ 81 પદયાત્રીઓ, પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 16:24:44
  • Views : 243
  • Modified Date : 2021-03-11 16:24:44

    અમદાવાદમા સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે આવતીકાલે શુક્રવારે દાંડીકૂચ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમની મુલાકાતે આવવાના છે. ત્યારે ગાંધીઆશ્રમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં આવશે તે પહેલાં ડોમમાં હાજર રહેનાર તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.તમામ પોલીસકર્મીઓનો ગાંધી આશ્રમમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીઆશ્રમમાં જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે તેઓ અને આશ્રમની કેટલીક મહિલાઓ પણ તે સમયે હાજર રહેવાની હોવાથી તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે.

    આશ્રમમાં તૈયારીઓનો આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. જેમાં ગાંધીઆશ્રમને સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે લોકો દાંડી યાત્રામાં ચાલવાના છે તેઓ તમામના પણ કોરોના ટેસ્ટ કરવામા આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ માટેના ડોમ ઉભા કરવામાં આવશે. આજે સાંજે અથવા સવારે વહેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો પોઝિટિવ આવશે તેઓ દાંડી યાત્રામાં ભાગ નહીં લઈ શકે.

    વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.

    અમદાવાદના સાબરમતી આશ્રમમાં 12મી માર્ચે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. તે સમયે કેન્દ્રના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આવશે. દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર ખૂદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. જે માટે આજે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝીટના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીંયા તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે ત્યાર બાદ હૃદય કુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડી બ્રિજ તરફ જશે.

    દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.


Download Our B K News Today App



Related News