ડીસાના ભડથ રોડ પરથી પસાર થઈ રહેલી ઈકો ગાડીમાંથી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 11:06:54
  • Views : 1557
  • Modified Date : 2022-05-20 11:06:54

 

- ડીસા તાલુકા પોલીસે બે લાખ ઉપરાંત ના મુદામાલ સાથે બે ઈસમો ની અટકાયત કરી

 

ડીસા તાલુકાના ભડથ રોડ ઉપરથી વિદેશી દારૂ ભરીને ઈકો ગાડી આવતી હોવાની માહિતી ડીસા તાલુકા પોલીસ ને ભળી હતી. આથી પોલીસે રૂપિયા બે લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે બે શખ્સો ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસા તાલુકા પોલીસ ની ટીમ મહાદેવીયા વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી. તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભડથ તરફ થી આવતી GJ-27-BE-2866 નંબર ની ઈકો કાર માં ગેર કાયદેસર તેમજ પાસ પરમીટ વિના નો વિદેશી દારૂ ભરી આવનાર હોઈ પોલીસ માહિતી ના પગલે ભડથ રોડ ઉપર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન માહિતી મુજબ ની નંબર વાળી ઇકો કાર આવતા તેને થોભાવી હતી અને ગાડી માં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ અને બિયરની મળી 96 બોટલ મળી આવી હતી. ડીસા તાલુકા પોલીસે ગાડી માં સવાર નવીનભાઈ પુનમભાઈ પરમાર અને રાજભાઇ વિનોદભાઈ પરમાર (બન્ને રહે, સદરપુર, તા. ડીસા) ને ઝડપી પાડી પોલીસે દારૂ અને ઇકો કાર મળી કુલ 2,23,640 નો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલા બન્ને ઇસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News