અમદાવાદ cid ક્રાઈમના dyspની ગાડીમાંથી ઝડપાયો દારૂ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 10:57:59
  • Views : 200
  • Modified Date : 2022-06-08 10:57:59

 

અમદાવાદ સીઆઈડી ક્રાઈમના ઇન્ચાર્જ ડીવાયએસપી શેખની ગાડીમાંથી વિદેશી દારૂ ભરેલી પાંથાવાડા પોલીસે ઝડપી પાડી ગાડીનો ડ્રાઈવર અને તેનો ભાઈ ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

- અમદાવાદ CID ક્રાઈમના ઇન્ચાર્જ DYSP ગાડી માંથી વિદેશી દારૂની ઝડપાયો

 

-  ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી તેના ભાઈ જયેશ ચૌધરી સાથે રાજસ્થાન આવ્યો હતો દારૂ ભરવા.

 

- પાંથાવાડા પોલીસે કિ.રૂ.૧,૨૧,૧૪૦ ના મુદામાલ સાથે 2 શખ્સ ની કરી અટકાયત.

 

- દારૂની મોટાપાયે હેરાફેરી

 

      બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં બોડરો પરથી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં હાલ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપર થી રાજસ્થાનના બુટલેગરો અલગ-અલગ કીમિયા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે પરંતુ હવે જે દારૂ ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ ફરજ બજાવી રહી છે. તેજ પોલીસ હવે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે લોકો સુરક્ષિત રહે તે માટે પોલીસ જવાનોની ભરતી કરવામાં આવે છે અને પોલીસ જવાનો દ્વારા લોકો સુરક્ષિત રહે તે માટે પોતાની ફરજ પર રહી સુરક્ષા કરતા હોય છે પરંતુ હવે પોલીસ જ દારૂની હેરાફેરી કરતા નજરે પડી રહ્યા છે નજીવા પૈસા કમાવવા માટે આજે બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી ના ડ્રાઈવર દારૂની હેરાફેરી કરતા આજે પાંથાવાડા પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂનો મોટું નેટવર્ક જોવા મળી રહ્યું છે.

 

- અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી ની ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

 

ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન રાજ્ય ને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા ના કારણે પોલીસ દ્વારા પણ ગુજરાતમાં શાળામાં આવતા દારૂ ને અટકાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પોલીસની જ ગાડીમાં દારૂ ભરી રાજસ્થાન માંથી ગુજરાતમાં લવાયો હોવાની ઘટના સામે આવી છે અમદાવાદ સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાયએસપી શેખ ની ગાડીમાંથી આજે પાંથાવાડા પોલીસે 17 પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ cid ક્રાઈમના ઇન્ચાર્જ ડીવાયએસપી શેખ રજા ઉપર હતા ત્યારે એમની સરકારી ગાડી લઈને તેમનો ડ્રાઇવર વિષ્ણુ ચૌધરી તેનો ભાઈ જયેશ ચૌધરી સાથે રાજસ્થાન આવ્યા હતા દારૂ ભરી પરત આવી રહ્યા હતા તે દરમિયાન પાંથાવાડા પોલીસે અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી શેખ ની ગાડીમાંથી 17 પેટી ભારતીય બનાવટી નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

 

- પાંથાવાડા પોલીસે બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

 

અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેઓના નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોય તે દરમ્યાન  ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકશ્રીની નજર ચુકવી સરકારી બોલેરો ગાડી નં GJ 18 G 5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી ભારતીય બનાવટના વિદેશી દારુની કૂલ બોટલ નંગ ૨૯૪ કિ.રૂ.૧,૨૧,૧૪૦/- લઇ આવતા તેઓ બન્નેને પાંથાવાડા બનાસકાંઠા પોલીસ દ્વારા પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંથાવાડા પોલીસે વિષ્ણુભાઇ હરીભાઇ ચૌધરી , CID ક્રાઇમ અમદાવાદની સરકારી ગાડીના ડ્રાઇવર રહે. વણાગલા તા. ઉંઝા તેમજ તેનો ભાઈ જયેશભાઇ નારણભાઇ ચૌધરી રહે. વણાગલા તા. ઉંઝા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News