ગાંધીનગર જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માત ઃ ત્રણના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:32:02
  • Views : 266
  • Modified Date : 2020-12-22 11:32:02

ગાંધીનગર શહેરમાં છેલ્લા ૧૨ કલાકમાં મોટા ત્રણ અકસ્માત થયા છે. જેમાં નાની કિશોરીની લઈને વૃદ્ધ અકસ્માતમાં મોતને ભેટયા છે. મોતથી જિલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ચિલોડા પાસે આવેલા ધણપ પાસે ટ્રક ક્લિનરનું મોત થયું હતું. જ્યારે ઝુંડાલ સર્કલ પાસે ૧૨ વર્ષની કિશોરી અને ગાંધીનગર શહેરના ઘ૧ પાસે વૃદ્ધનું મોત થયું હતું.
ગાંધીનગર તાલુકાન
 ધણપ પાસે પંચર માટે ઉભેલા કન્ટેનરમાં ડમ્પર ખુસી જતા એકનું મોત થયું હતુ. રાજસ્થાનના નિમ્બાહેરી ગામે રહેતો યુવક સાજીદ હકીમુદ્દીન ખાન તથા તેનો ક્લીર ગફાર રૂઝદાર ખાન ૧૯ ડિસેમ્બરના રોજ ટ્રાન્સપોર્ટ કન્ટેનર લઈને રાજકોટથી રાજસ્થાન તરફ નીકળ્યા હતા.૨૦ ડિસેમ્બર વહેલી પરોઢે ચાર વાગ્યે ચિલોડા-હિંમતનગર હાઈવે પર ટાયરમાં પંચર પડ્યું હતું. જેને પગલે તેઓ ધણપ પાસે હાઈવે પર કન્ટેનર સાઈડીમાં કરી ક્લીનર ગફાર આગળા ટાયરમાં જેક ચઢાવીને ટાયર ખોલતો હતો.  તે સમયે ચિલોડા તરફથી આવતું એક ડમ્પર કન્ટેનરની
પાછળ ઘૂસી ગયું હતું. અકસ્માતમાં ધક્કો વાગતા કન્ટેનર આગળ ધકેલાત ક્લીનર ગફાર બમ્પરના આગળ ઢસડાઈને દબાઈ ગયો હતો. અકસ્માતમાં ડમ્પર ચાલક અને તેના ક્લીનરને પણ ઈજાઓ
પહોંચી હતી. જેને પગલે ૧૦૮ મારફતે તે બંને કન્ટેનરના ક્લીનર ગફારને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જ્યાંથી ગફારને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દમિયાન તેનું મોત થયું હતું. જ્યાં
પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા બાદ મોડી સાંજે ડ્રાઈવર ચિલોડા પોલીસ સ્ટેશનમાં ડમ્પર નંબર ય્ત્ન-૦૨-ઢઢ-૫૧૮૭ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
ઝુંડાલ સર્કલ પાસે ટ્રેલર ચાલકે બાઈક ટક્કર મારતા ઘાયલ થયેલી ૧૨ વર્ષની કિશોરીનું મોત થયું હતું. અમદાવાદના ગોમતીપુરમાં ખાડાવાળી ચાલીમાં રહેતાં રાજુજી મફાજી ઠાકોર રવિવારે સવારે પત્ની અને ૧૨ વર્ષની
પુત્રી કિંજલને લઈને વતન સિદ્ધપુરના મુડાવાળા ગામે જતાં હતા. ગામમાં બનેલા શક્તિ માતાના મંદિરે ખાતે દર્શન માટે બાઈક પર નીકેળેલો પરિવાર ઝુંડાલ સર્કલ થઈ મહેસાણા તરફ જતો હતો. ત્યારે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઝુંડાલ સર્કલ પાસે વૈષ્ણોદેવી સર્કલથી આવતા ટ્રેલરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવારે ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા.
જેમાં ૧૨ વર્ષની કિંજલના હાથ પરથી ટ્રેલરનું ટાયર ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ મારફતે ત્રણેયને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૧૨ વર્ષની કિંજલનું મોત થયું હતું. બીજી તરફ તેની માતાને ડાબા પગમાં ફ્રેક્ચરનું નિદાન થયું હતું. પુત્રીના મોતને પગલે ભાગી પડેલાં પિતાએ પોસ્ટ મોર્ટમ સહિતની પ્રક્રિયા બાદ સમગ્ર મુદ્દે મોડી સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શહેરમાં ઘ-૧ના કટ પાસે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા ઘાયલ થયેલા વૃદ્ધ સારવાર દરમિયાન મોત થયું હતું. જુના કોબા ખાતે રહેતાં મુકેશભાઈ બળદેવભાઈ રાવળ સાંજે ચાર વાગ્યે ગાંધીનગર સિવિલ જતા હતા. તેઓએ રાયસણ
પેટ્રોલપંપની પાછળ ચૌહાણ કુવા ખાતે રહેતાં મધુબેન રણજીતભાઈ ઠાકોર તથા તેમના પિતા ઉષાભાઈ તશાભાઈ ડાભીને બેસાડ્યા હતા. ઘ-૦ થી ઘ-૩ સર્કલ તરફ આવતા સાડા ચાર વાગ્યાના સુમારે ઘ-૧ કટ પાસે એક કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા
પલટી જતાં પાછળ બેઠેલા ઉષાભાઈ નીચે દબાઈ ગયા હતા.  જેને પગલે દોડી આવેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ મારફતે તેમને ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે તેમનું મોત થયું હતું. જ્યાં રીક્ષા ચાલક મુકેશભાઈ રાવળને શરીરે ઈજાઓ થતાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં મોડી રાત્રે તેઓએ સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગાડી ચાલકનો નંબર મળ્યો ન હોવાથી સેક્ટર-૭ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેને શોધી કાઢવા માટે કવાયત હાથધરી હતી.

Download Our B K News Today App



Related News