વડગામની સીમમાં આદિવાસી મજુરનું આકસ્મિક મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 12:12:04
  • Views : 449
  • Modified Date : 2019-10-24 12:12:04

તાલુકા મથક વડગામની સીમમાં મજુરી કામ અર્થે રહેતા શૈલેષભાઇ ધારૂંભાઈ મૂળીયા(આદિવાસી)ને વહેલી સવારે ચક્કર સહિત -શરીર નબળું પડી  જતાં ખાનગી વાહનમાં વડગામ રેફરલ
 હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા, તેવું તેમના કુટુંબી-ભાઈ  રાકેશભાઈ નારૂભાઈ મૂળીયા (આદિવાસી)એ જણાવ્યું હતું. મેડિકલ ઓફિસર ડો. અનિલભાઈ ડાભીએ મૃતકનું પ્રમાણપત્ર આપી વતન દાહોદ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આદિવાસી મજુરના અકાળે નિધનથી અરેરાટી છવાઈ હતી.

Download Our B K News Today App



Related News