ડીસા રાજપુર લોધા વાસમાં આકસ્મિક આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 12:12:47
  • Views : 380
  • Modified Date : 2019-12-30 12:12:47

ડીસા શહેરમાં આવેલ
રાજપુર લોધા વાસમાં આવેલ કાપડની ફેકટરીમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. સદ્‌નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
રાજપુર લોધાવાસમાં આવેલ કાપડની ફેકટરીમાં વહેલી સવારે અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ લાગતા આસપાસના લોકોએ  તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્‌નસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. ખાસ વાત એ છે કે રેસિડેન્ટ વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં તંત્ર દ્વારા યોગ્ય
તપાસની માંગણી પણ કરવામાં આવે. જોકે આસપાસના લોકોએ અવારનવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જોકે કોઈ દિવસ કોઈ મોટી સમસ્યા સર્જાય અને મોટી દુર્ઘટના થાય અંતર્ગત તંત્ર દ્વારા આ ફેક્ટરીના તમામ આધાર
પુરાવાની સત્યતા તપાસ કરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News