પાટનગરમાં વર્ષ ૨૦૨૦માં ૨૫ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 11:43:17
  • Views : 226
  • Modified Date : 2021-01-30 11:43:17

પાટનગરના પહોળા રોડ ઉપર અનેક યુવાનો સ્ટંટ કરતા હોય છે. જેમાંના કેટલાક મોતને ભેટે છે. તો કેટલાક અન્ય લોકો માટે મોતનું કારણ બને છે. ત્યારે ગાંધીનગર શહેરમાં ૨૦૨૦ના વર્ષમાં અકસ્માતમાં ૨૫ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે જિલ્લામાં ૪૪૭ અકસ્માતમાં ૧૬૨ લોકોના મોત થયા છે. તમામ અકસ્માતમાં સૌથી વધુ યુવાનોના મોત થયા છે.
વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતના પ્રમાણમાં
પણ વધારો થયો છે. ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ, શહેર વસાહત મહામંડળ દ્વારા હાલમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે શહેર અને જિલ્લામાં અકસ્માતના ચોકાવનાર આંકડા પણ જાેવા મળી રહ્યા છે. વહિવટી તંત્રના અથાગ પ્રયાસ છતા અનેક લોકો બેદરકારીથી વાહન હંકારવામાં અકસ્માતને ભેટે છે. તો કેટલાક લોકો બેફાર્મ બની વાહન હંકારી નિર્દોશ લોકો માટે મોતનું કારણ બને છે. દુનિયામાં એક અંદાજ પ્રમાણે આતંકવાદના કારણે જે મોત થઇ રહ્યા છે. તેના કરતા ૧૬૯ ગણા વધારે મોત અકસ્માતમાં થાય છે. જ્યારે દેશમાં દર કલાકે ૫૫ માર્ગ અકસ્માત થાય છે, જેમાં ૧૭ લોકોના મોત થાય છે. ત્યારે માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જાે બાઇક ઉપર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ લગાવવામાં આવે તો અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા બચી શકે છે.
ગાંધીનગર શહેરમાં વર્ષ ૨૦૨૦ દરમિયાન ૧૧૧ અકસ્માત થયા છે, જેમાં ૨૫ લોકોના મોત થયા છે. સેક્ટર ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૯, સેક્ટર ૨૧
પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬ અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૦ મોત થયા છે. ત્યારે શહેર વિસ્તારમાં સરેરાશ મહિને બે લોકો અકસ્માતમાં ભેટી રહ્યા છે. જ્યારે સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન ૪૪૭ અકસ્માત થયા છે, જેમાં ૧૬૨ લોકોના મૃત્યુ થયા છે.

Download Our B K News Today App



Related News