ઢીમા-ભાખરી સિંગલ પટ્ટી રોડ પર અકસ્માતનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 11:29:41
  • Views : 474
  • Modified Date : 2020-06-22 11:29:41

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી ભાખરી ધામ ખાતે ઐતિહાસિક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે.  લોકડાઉનનાં કારણે અહીંયા શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળે છે.  બે વર્ષ અગાઉ જ આશરે ૧ કરોડના ખર્ચે ૪.૫ કિમીનો નવીન ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ રોડ પર કાંટાળી વાડ કરતાં સિંગલ પટ્ટી રોડ હોવાથી વાહનને રોડ નીચે પણ ઉતારી શકાતું નથી. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બન્ને સાઈડ ખુલ્લી કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોની માંગ ઉઠી છે.
ઢીમાથી ભાખરી ગામને જોડતાં રોડ પર ખેડૂતોએ
પોતાની મનમાની મુજબ કાંટાળી વાડ કરી દેતાં વાહનચાલકોમાં પણ અકસ્માતની દહેશત ફેલાઈ છે.  રોડ પર બાવળ પાડીને નાંખતા તાજેતરમાં જ અકસ્માત સામસામે બાઈકનો થયો હતો. અને ભાખરીના યુવાનને માથાના ભાગે ઇજાઓ થઈ હતી. રોડ પર મેંટલ નાખવામાં આવ્યાં છે. છતાં પણ ખેડૂતોએ પોતાની મનમાની મુજબ રોડ
પર જગ્યાના અભાવે વારંવાર અકસ્માત થાય છે. તંત્ર દ્વારા રોડની બન્ને સાઈડમાં બાવળોનું કટિંગ કરીને રોડની સાઈડો ચોમાસા પહેલાં ખુલ્લી કરાવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News