અમીરગઢ નજીક બાઇક ડીવાઇડર સાથે અથડાતાં યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:02:21
  • Views : 1921
  • Modified Date : 2019-07-19 11:02:21

અમીરગઢ નજીક ગુરૂવારે એક બાઇક ડીવાઇડર સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં પાલનપુર તાલુકાના કુંભલમેરના યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે
પાછળ બેઠેલી ગામની જ યુવતીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અમીરગઢ નજીક ગુરૂવારે સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, પેટ્રોલપંપ નજીક
પુરઝડપે પસાર થઇ રહેલા બાઇક નં. જી. જે. ૦૮.બીડી. ૧૬૮૯ ધડાકાભેર ડીવાયડર સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં બાઇક ચાલક પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના જીગર મફતલાલ ભાટીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે ગામની જ ભૂમિ વિનોદભાઇ પટેલને ઇજાઓ થતાં ૧૦૮ દ્વારા અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News