વડગામના ભુખલા નજીક ટ્રેકટર અને ગાડી વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 11:08:52
  • Views : 468
  • Modified Date : 2019-07-21 11:08:52

વડગામ તાલુકાના ભુખલા નજીક ગાડી અને ટ્રેકટર વચ્ચે અકસ્માત  સર્જાયો હતો. જેમાં ટ્રેકટરના બે ટુકડા થઈ ગયા અને  સદનસીબે ગાડીમાં  બેઠેલા ૨  લોકોનો આબાદ બચાવ થવા
પામ્યો હતો. ટ્રેકટરના ડ્રાઈવર સહિત બીજા બે ની હાલત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડગામ તાલુકાના ભુખલા નજીક આવેલા મહાકાલી મંદિર નજીક એક ગાડી અને ટ્રેકટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એડ્રણા ગામનું ટ્રેકટર હતું. અને તેમાં ડ્રાઈવર અમરતભાઈ દાદાભાઈ પરમાર અને તેમની સાથે બીજા બે લોકો હતા. અકસ્માતમાં ટ્રેકટરના બે ટુકડા થઈ જવા પામ્યા હતા. અને ટ્રેકટર ડ્રાઈવર ફંગોળાઈ ને છેક  દૂર પડ્‌યો હતો. અને તેમની સાથે ૨ લોકોને  ગભિર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને  સદનસીબે ગાડીમાં બેઠેલા ૨ લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે રસ્તામાં આવતા વાહન ચાલકોએ તાત્કાલિક ટ્રેકટરના ડ્રાઈવર અને બીજા બે લોકોને ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ગાડીમાં બેઠેલા બે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ત્યારે ટ્રેકટરના ડ્રાઈવર અમરત ભાઈ સદભાઈ પરમારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News