થરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માત દસ લોકો ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 10:41:02
  • Views : 643
  • Modified Date : 2019-07-01 10:41:02

કાંકરેજ તાલુકાના
થરા - રાધનપુર નેશનલ હાઈવે નં.ર૭ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગઈકાલે સવારે ૧૧ઃ૦૦ વાગ્યાના સુમારે ડીઆઈકમાન્ડર જીપ, સ્વીફ્ટકાર અને શટલરિક્ષા વચ્ચે થયેલ ત્રિપલ અકસ્માતમાં દસ વ્યક્તિઓ ઈજા ગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી
માહિતીનુસાર ગઈકાલે સવારે ૧૧ઃ૦૦ વાગ્યાના સુમારે
થરા-રાધનપુર  નેશનલ હાઈવે નં.ર૭ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે પેસેન્જર લેવા ઉભેલી ડીઆઈ કમાન્ડર જીપ નં.જીજે-૧૦ એફ
રપ૮૩ ની આગળથી અચાનક શટલ રિક્ષા ચાલકે પોતાની ગફલત રીતે રોડ પર ચડાવતાં અંબાજી તરફથી દર્શન કરીને આવતી સ્વીફ્ટ કાર
જીજે૦૩ સીએ ૬૯૪૬ શટલ રિક્ષા અને ડીઆઈ કમાન્ડર જીપ સાથે ધડાકેભેર અથડાતાં ૮થી ૧૦ લોકો ઘાયલ થયેલ જેમને થરા રેફરલમાં સારવાર આપી હતી.
ઈજાગ્રસ્ત પૈકી બે જણ ભાણીબેન હરદાસભાઈ દેસાઈ (ઉ.વ.૬૦) તથા વાઘેલા દશરથભા બાબુભા (ઉ.વ.પ૦) ને પાટણ રીફર કરેલ. જ્યારે સ્વીફ્ટ ગાડીમાં જામનગરના વિજયભાઈ મોહનભાઈ વારા, મંજુલાબેન વારા, રીનાબેન વારા તથા ડ્રાઈવરને ઈજા થતાં રેફરલમાં સારવાર ચાલુ કરેલ શટલ રિક્ષામાં બેઠેલા બે યુવતીઓને સામાન્ય ઈજાહોઈ સારવાર કરી રજા અપાઈ હતી. ઘટના સ્થળેથી ઘાયલોને ૧૦૮ મારફત થરા રેફરલમાં લાવેલ જ્યાં રેફરલના અધિક્ષક ર્ડા.ભરતભાઈ ચૌધરી તથા ટીમે સારવાર કરી કેટલાંકને રજા આપી તો કેટલાંકને રીફર ને કેટલાંકને સ્થાનિક કક્ષાએ દાખલ કર્યા હોવાનું જાણવા મળેલ છે. થરા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. જામનગરના વિજયભાઈ વારાનો પરિવાર અંબાજી ચુંદડીવાળા માતાજીના દર્શન કરી જામનગર પરત ફરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

Download Our B K News Today App



Related News