સિધ્ધપુર ઉંઝા હાઇવે પર ત્રણ બસો વચ્ચે ધડાકાભેર અકસ્માત એક વોલ્વો પલ્ટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:29:29
  • Views : 499
  • Modified Date : 2019-04-17 06:29:29

સિધ્ધપુરથી ઉંઝા જતા હાઈવે પર ગતરોજ ત્રણ બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા પાછળ આવતી વોલ્વોએ અચાનક બ્રેક મારતા રોડની સાઈડે બસ પલટી મારી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ૧૬ વ્યÂક્તઓ ઘાયલ થયા હતા.
બપોરે આશરે ૩ઃ૩૦ કલાકે ઉંઝાથી સિધ્ધપુર તરફ જતી ૩ એસટી બસનો અકસ્માત સર્જાયો હતો, તે જ સમયે અમદાવાદ તરફથી આવતી સરકારી વોલ્વો બસ અચાનક અકસ્માત જોઈ બ્રેક મારતા ચાલકે સ્ટેયરીંગ
પરથી કાબુ ગુમાવતા બસ રોડની નીચેની તરફ પલટી મારી હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે વોલ્વોમાં સવાર ૧૬ જેટલા લોકો જેમાં પુરૂષ અને બાળકો અને મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બ્રાહ્મણવાડા ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાંથી ઘાયલ લોકોને બહાર કાઢી ૧૦૮ મારફતે સિધ્ધપુર અને ઉંઝા હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલ્યા હતા. આ ઘટનાને પગલે મુખ્ય હાઇવે હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં સર્જાયેલ ત્રણ બસોના અન્ય મુસાફરોને બીજી બસો દ્વારા નજીકના ડેપો સુધી
પહોંચાડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News