ગાંધીનગરના માર્ગો પર રખડતા ઢોરને કારણે અકસ્માતો સર્જાવાનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 12:14:10
  • Views : 309
  • Modified Date : 2020-08-25 12:14:10

ગાંધીનગર શહેરના માર્ગો પર રખડતા ઢોરને કરાણે ઘણીવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. શહેરમાં રાત્રીના સમયે પશુપાલકો દ્વારા ગાયો અને ભેંસોને રખડતી મુકી દેવામાં આવે છે. જેથી તમામ ગાય-ભેંસો શહેરના મુખ્યો માર્ગો પર રસ્તાની વચ્ચોવચ એકઠ્ઠી થઈ જાય છે, તેને કારણે ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય રહેલો છે.
ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો પર ગમે ત્યાં ગાયો-ભેંસો જોવા મળી જાય છે. આ
પશુઓના માલિકો દ્વારા
 સવાર-સાંજ બે ટાઈમ દૂધ લઈને રોડ પર છોડી મુકવામાં આવે છે. ત્યારબાદ આ તમામ ગાયો-ભેંસો રસ્તા પર ઉતરી આવે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ગાંધીનગર શહેરના ઘ રોડ,
ચ રોડ, જ રોડ સહિત તમામ રસ્તાઓ પર રખડતી
ગાયો-ભેંસોનો ત્રાસ વધતો જાય છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય રહે છે. રાત્રીના સમયે પણ આ ગાયો-ભેંસો દ્વારા દરેક સર્કલો પર અડ્ડો જમાવી દેવામાં આવે છે અને રોડ બ્લોક કરી દે છે. ગાંધીનગર શહેરમાં ઢોર
પકડવાનું કામ કરતી એજન્સી વધુ સક્રિય બની કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News