ઇકબાલગઢ પાસે બે ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 11:09:38
  • Views : 297
  • Modified Date : 2021-03-08 11:09:38

બનાસકાંઠામાં ઇકબાલગઢ પાસે નેશનલ હાઇવે પર બે ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો છે. જેમાં આ ગંભીર અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઇવર એવા ફસાઈ ગયા હતા. તેઓને કલાકોની જહેમત બાદ બહાર નીકાળી સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે તેવામાં
પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે ૨૭ પર બાલારામ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેના કારણે હાઇવે પર ડાયવર્ઝન આપી સિંગલ રોડ પર વાહનો અવાર જવાર કરી રહ્યા છે. તે દરમ્યાન ઇકબાલગઢ પાસે ઓવર ટેક કરવા જતાં બે ટ્રક સામસામે આવી ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને ટ્રકના ડ્રાઇવર અકસ્માતગ્રસ્ત ટ્રકોમાં ફસાઈ ગયા હતા. જેઓને કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર માટે સરકારી
હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે સિંગલ રોડ
પર વાહનોની અવરજવર હોવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી અમીરગઢ
પોલીસ તેમજ એલ.ટી વિભાગની ટિમ પણ ઘટના સ્થળે તત્કાલીન આવી
પહોંચી હતી. અને રાહત કામગીરી શરૂ કરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

Download Our B K News Today App



Related News