ડીસાના આખોલ ઓવરબ્રીજ પર બે ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 11:50:32
  • Views : 450
  • Modified Date : 2020-11-04 11:50:32

ડીસા નજીકના આખોલ ઓવરબ્રિજ પર ટ્રેઇલર ચાલકે આગળ જતા ટ્રેઇલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત થતાં જ આગ ભભૂકી ઉઠતા ટ્રેલરમાં બેઠેલ એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.
મોરબીથી ટાઇલ્સ ભરી
પશ્વિમ બંગાળના ગંગારામપુર જવા નિકળેલ પીબી ૧૦ જીકે ૪૨૫૩ નંબરનું ટ્રેઇલર મંગળવારે વહેલી સવારે સાડા
પાંચ વાગ્યાના સમયે ડીસા તાલુકાના આખોલ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું.  દરમિયાન પાછળથી આવી રહેલ આરજે ૦૫ જીબી ૫૩૨૬  નંબરના ટ્રેઇલરના ચાલકે આગળ જતાં ટ્રેઇલરને ટકકર મારતાં અચાનક જ પાછળના ટ્રેઇલરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી જશપાલસીગ જાટ અને અન્ય માણસોએ આગ લાગેલા ટ્રેઇલરના કેબિનમાંથી બે માણસોને બહાર કાઢી ૧૦૮ માં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. જો કે,  સારવાર દરમ્યાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આગને કારણે આર.જે. ૦૫ જીબી ૫૩૨૬ નંબરના ટ્રેઇલર બળીને ખાખ થઇ જતાં ભારે નુકશાન પહોચ્યું હતું.
આ અંગે પીબી ૧૦ જીકે ૪૨૫૩ નંબરના  ટ્રેઇલર ચાલક જશપાલસીગ મુખત્યારસીગ જાટ (રહે, ગોન્ડવાલ,
તા. રાઇકોટ, જી. લુધીયાણા,
પંજાબ) એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. અમૃતભાઇ દેસાઇ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News