પાલનપુરના રતનપુર નજીક ત્રિપલ અકસ્માત ૩ ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 11:16:07
  • Views : 556
  • Modified Date : 2019-05-13 11:16:07

પાલનપુર - અંબાજી હાઇવે ઉપર રતનપુર નજીક રવિવારે બપોરના સુમારે ગાય ભરેલું જીપડાલું, લગ્નનું ડી.જે. લઈ જતું જીપડાલું અને ટવેરા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલનપુર, વડગામ અને સુરેન્દ્રનગરની ત્રણ વ્યક્તિઓના મોત
નિપજ્યા હતા. જ્યારે ૬ જણાને ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. જ્યાં પાલનપુર અંબાજી હાઇવે ઉપર શનિવારે વહેલી સવારે કાર અકસ્માતમાં સળગી જતાં એક શિક્ષકનું મોત નિપજ્યું હતું. ત્યાં આજ માર્ગ ઉપર પાલનપુર નજીક
રતનપુરના પાટિયા પાસે રવિવારે બપોરે ત્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ૬ જણાને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર શક્તિનગર વિસ્તારોમાં રહેતા સૈની પરિવારના સભ્યો રવિવારે અંબાજી દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેમની ટવેરા કાર રતનપુર નજીકથી પસાર થતી હતી. ત્યારે પુરઝડપે આવેલા લગ્નના ડી.જે. ભરેલા ડાલાના ચાલકે કાર તેમજ ગાય ભરીને જતાં અન્ય જીપડાલાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા અને હાઇવે કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી ગુંજી ઉઠયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ૬ વ્યક્તિઓને ઇજા થતાં ૧૦૮ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News