યાત્રાધામ ઢીમામાં નવીન વીજલાઈનના ખાડાઓમાં પોલાણ અકસ્માતની દહેશત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 12:01:39
  • Views : 403
  • Modified Date : 2019-06-25 12:01:39

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં તાજેતરમાં જ નાખવામાં આવેલ ૨૦ ફૂટની હેવી થ્રિ ફેઈઝ લાઈનના વીજપોલ પ્રથમ વરસાદમાં જ બધાં જ
વીજપોલના ખાડાઓમાં પોલાણ સર્જાયું છે. ત્યારે જી.ઈ.બી. દ્વારા નવીન આર.સી.સી રોડને ખોદીને વીજપોલ નાખવામાં આવ્યાં છે. ત્યારે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને સિમેન્ટ કોક્રિટનો માલ ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ૧૦,૦૦૦ હજારની જનસંખ્યા ધરાવતું હોવાથી લાખ્ખો યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે નવીન નાંખવામાં આવેલ
થ્રિ-ફેઈઝ લાઈનનો વીજપોલ
પડે અથવા કોઈ મોટુ વાહનને ચાલુ વીજલાઈન અડકે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે વીજપોલ નાંખવામાં આવેલ દરેક જગ્યાએ ગ્રામપંચાયત દ્વારા આર.સી.સી.કરીને કોક્રિટ કરવામાં આવે તો વીજપોલની મજબૂતાઈ થશે અને ભવિષ્યમાં પણ કોઈ દુર્ઘટના સર્જાશે નહિ. જેથી ઢીમા ગ્રામપંચાયતના સત્તાધીશો અને વાવ જી.ઈ. બી.ના અધિકારીઓ જવાબદારી સ્વીકારી લઈને સત્વરે કામગીરીઓ પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવીન નાખવામાં આવેલ વીજલાઈન નાખવામાં આવી છે. છતાં પણ હજુ સુધી જુના વીજપોલ હટાવવામાં આવ્યાં નથી. ત્યારે સત્વરે જુના વીજપોલ હટાવવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News