રાહ નજીક રોડ ઉપર જીવલેણ ગાબડાથી અકસ્માતની ભીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 11:32:40
  • Views : 424
  • Modified Date : 2019-08-08 11:32:40

થરાદ તાલુકાના રાહ થી જેતડા રોડ ઉપર રાહના એસાર પેટ્રોલ પંપથી થોડે દૂર વરસાદના પાણીના કારણે રોડની એક્દમ સાઈડમાં મોટો ભૂવો પડવાથી દિવસે કે રાત્રે કોઈક અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન સાઈડમાં લેવા જાય તો સીધો ખાડામાં પડે એવી શક્યતા છે.  કારણ કે આ રોડ સિંગલપટી છે અને રાત દિવસ વાહનોની અવર જવર રહે છે. રાહ થી જેતડા -દિયોદર જવા માટેનો માર્ગ પણ છે તેથી  વાહન વ્યવહાર પણ વધુ રહે છે.  આ ખાડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે  તેવી વાહનચાલકો અને જાગૃત લોકોની માંગ છે

Download Our B K News Today App



Related News