દાંતા પાસે આવેલ ત્રિશુળિયા ઘાટ પર સર્જાતા અકસ્માતને નિવારવા કામ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 11:22:55
  • Views : 482
  • Modified Date : 2019-11-13 11:22:55

બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે આવેલ ત્રિશુળિયા ઘાટમાં વારંવાર સર્જાતા ગોઝારા અકસ્માતોની ઘટનાને અટકાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજી કામ શરૂ કરાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા રસ્તામાં આવતા ત્રિશુળિયા ઘાટમાં આજદિન સુધી અનેકવાર મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં છેલ્લાં છ મહિનામાં જ બે મોટા અકસ્માતોમાં ૪૦ થી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
જેથી આવા અકસ્માત થતા અટકે તે માટે  તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે ત્યારે વારંવાર થતા આવા અકસ્માતોને નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આર.એન.બી., ફોરેસ્ટ, ટેકનિકલ એન્જીનિયરો સહિતના અધિકારીઓ સાથે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ત્રિશુળિયા ઘાટમાં વારંવાર થતા અકસ્માતો નિવારવા માટે ચર્ચાવિચારણા કરાઈ હતી અને ટુંકા સમયમાં અને લાંબા સમયમાં આવા સર્જાતા અકસ્માતોના ઉકેલ માટે ચર્ચા કરાઈ હતી. જેમાં તાત્કાલિક ઉકેલ માટે આ ભયજનક વળાંકમાં પ્રોટેકશન વોલ , સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે કાયમી ઉકેલ માટે ફોરેસ્ટ વિભાગ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી અહીં ફોરલેન બનાવવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં અહીં સર્જાતી મોટી દુર્ઘટનાઓને અટકાવી શકાશે તેમ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News