સિધ્ધપુર ખાતે અકસ્માત યુવક ઘવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:36:30
  • Views : 441
  • Modified Date : 2019-04-29 11:36:30

સિધ્ધપુરમાં રહેતો અને કલર કામની મજૂરી કરતો કુલદીપ યાદવ આજે પોતાનું કામ પતાવીને તાવડીયા ગામેથી સિધ્ધપુર પોતાના ઘર તરફ મોટરસાયકલ ઉપર ફૂલ સ્પીડ થી જતો હતો તે દરમિયાન તાવડિયા રોડ ઉપર આવેલ રૂદ્રાક્ષ -૨, રેસીડેન્સી ની સામે, નવી મસ્જિદ આગળ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા માથાના ભાગમાં અને હાથના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં બેહોશીની હાલતમાં પડેલ હોઈ રસ્તે જતા રાહદારીઓએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ના પાયલટ હિરેન રાવલ તથા તેમના સાથીએ તુરંત આવીને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ફરજ પરના ડોક્ટરે માથા અને હાથના ભાગમાં ગંભીર ઇજાઓ હોવાથી તુરંત તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News