પાલનપુરના બાદરપુર પાટીયા પાસે અકસ્માત ઃ રાહદારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 05:58:19
  • Views : 510
  • Modified Date : 2019-04-13 05:58:19

પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ બાદરપુરાના પાટીયે અજાણ્યા રાહદારીને છકડા ચાલકે ટક્કર મારતાં કરુણ મોત નિપજ્યું હતું.
પાલનપુરથી ડીસા હાઈવે
પર ગતરોજ બપોરના ૩ઃ૩૦ ના સમયે એક અજાણ્યો વ્યક્તિ હઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક અતુલ છકડો રીક્ષા જીજે ૮ વાય  ૦૩૫૫ના ચાલકે ટક્કર મારતાં ગંભીર રીતે ઈજાઓ થતાં ૧૦૮ મારફતે પાલનપુર સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગતરોજ કરુણ મોત નિપજ્યુ હતું અને આ અજાણ્યા વ્યક્તિની ઓળખ થવા પામી નથી. જેને સફેદ કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને ગઢ પોલીસ દ્વારા જો કોઈના સગા સબંધી હોય તો ગઢ પોલીસનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યુ છે. ગઢ પોલીસ દ્વારા રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ ગઢ પોલીસ મથકના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News