યાત્રાધામ ઢીમા ચારસ્તા નજીક વાહનચાલકો બેફામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 11:02:29
  • Views : 494
  • Modified Date : 2019-07-01 11:02:29

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ચારસ્તા પર બનાવેલ સર્કલ અને લોખંડની મજબૂત જાળી રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહનની ટકકરે તોડી નાંખતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આવા બેફામ બનેલા વાહનચાલકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, યાત્રાધામ ઢીમામાં ચારસ્તા પર શ્રી ધરણીધર ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા આરસ પથ્થરનું સર્કલ બનાવવામાં આવ્યું હતું. અને ચારે બાજુ લોખંડની જાળી લગાવવામાં આવી હતી. ત્યારે રાત્રીના સુમારે વાવ તરફથી આવતા અજાણ્યા વાહનની ટકકરે સર્કલ તોડી નાખ્યું હતું. જેથી ગ્રામજનોમાં જાહેર સંપત્તિને નુકશાન કરતાં લોકો સામે ભારે રોષ ફેલાયો છે ત્યારે પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News