પાલનપુરના સોનગઢ નજીક શ્રમિક પરિવારને ટ્રક ચાલકે કચડયો બાળકીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 10:49:13
  • Views : 460
  • Modified Date : 2019-07-08 10:49:13

પાલનપુર તાલુકાના સોનગઢ નજીક રવિવારે હાઈવેની બાજુમાં વાહનની રાહ જોઇને બેઠેલા એક શ્રમિક
પરિવાર ઉપર ટ્રક ફરી વળી હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર જણાને ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર પંથકમાં અરેરાટી પ્રસરાવનારી અકસ્માતની ઘટનાની વિગતો એવી છે કે,
પાલનપુર તાલુકાના સોનગઢ નજીક રવિવારે એક શ્રમિક
પરિવાર પોતાના વતનમાં જવા માટે હાઈવેની બાજુમાં વાહનની રાહ જોઇને બેઠો હતો. તે દરમિયાન પાલનપુર તરફથી
પુરઝડપે આવી રહેલી ટ્રક નંબર આર. જે. ૧૯. સી.સી.૨૨૪૮ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીગ કરતાં પરિવાર ઉપર ટ્રક ફરી વળી હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના માતા, બે પુત્રી અને એક પુત્ર એમ કુલ ચાર જણાને ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક હાઈવેની બાજુમાં પલટી ગઈ હતી. દરમિયાન તાલુકા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News