અંબાજી પાસે ગમખ્વાર અકસ્માત ત્રણના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 11:33:00
  • Views : 477
  • Modified Date : 2019-06-18 11:33:00

ખેડબ્રહ્માથી અંબાજી તરફ બાવળ કાઠીયા ગામના ત્રણ યુવાનો એક બાઈક ઉપર ગતરોજ સાંજના સુમારે હડાદ ગામ તરફ લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા હતા. તે સમયે મહોબ્બત ગઢના પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા આ બાઈક ફંગોળાઈને રોડ વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકા સાથે અથડાયું હતું અને બાઇક ૫૦ ફૂટ સુધી ઘસડાયું હતું. બાઈક પર બેસેલા બે યુવાનોના માથા ફાટી ગયા હતા. ૧૦૮ દ્વારા તાત્કાલિક ધોરણે આ લોકોને સારવાર માટે લઈ જવાના સમયે તપાસ કરવામાં આવતા ત્રણ યુવાન 
પ્રાણ-પંખેરું ઉડી ગયા હતા. હડાદ પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ ચલાવી  છે. એક સાથે ત્રણ યુવાનોના મોત થતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

Download Our B K News Today App



Related News