વડગામના રૂપાલ નજીક રિક્ષા. જીપ વચ્ચે અકસ્માત ૬ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:14:34
  • Views : 407
  • Modified Date : 2019-07-20 11:14:34

વડગામ તાલુકાના રૂપાલ નજીક  રિક્ષા વચ્ચે વાંદરો આવી જતાં  રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા સામેથી આવી રહેલ જીપ સાથે ધડાકા સાથે ટકરાઇ હતી. જેમાં રિક્ષામાં બેઠેલા ૬ વ્યકિતઓ ઘાયલ થવા પામ્યા હતા અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
વડગામ તાલુકાના રૂપાલ થી પીલુચા તરફ જવાના રોડ પર રિક્ષા પસાર થઈ રહી હતી તે સમયે અચાનક એક વાંદરો રિક્ષા વચ્ચે આવી ગયો હતો. જેના કારણે રિક્ષાનો ચાલક ગભરાઈ જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રિક્ષા સામેથી આવતી જીપ સાથે ટકરાઈ હતી જેથી રિક્ષાને ભારે નુક્સાન થવા પામ્યું હતું અને સદનસીબે રિક્ષામાં બેઠેલા ૬ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે રસ્તામાં આવતા વાહનચાલકો એ ઊભા રહી તાત્કાલિક રિક્ષામાં બેઠેલા ઘાયલ લોકોને કોઈ પ્રાઇવેટ વાહનમાં બેસાડી વડગામ સી.એસ.સી. ખાતે લઇ જઇને સારવાર અપાવી હતી. જ્યાં ફરજ પરના તબીબ ડો.અનિલભાઈ ડાભી અને સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી. જેમાં કટારીયા જીગ્નેશકુમાર ચમનલાલ - અશોક ગઢ, મકવાણા મેહુલભાઈ હિતેશભાઇ - પીલુચા,  પરમાર કરશનભાઈ મનજીભાઈ - કાલેડા, સેનમા મોન્ટુભાઈ સોડાભાઇ - કાલેડા,  પરમાર
દિપકકુમાર કાનજીભાઈ અશોક ગઢ, પરમાર વિનોદભાઈ બળવંતભાઇ - જૂની સેંઘણીને  નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

Download Our B K News Today App



Related News