થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત બેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:21:39
  • Views : 531
  • Modified Date : 2019-08-18 11:21:39

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાવા મળી રહ્યો છે. એમાંય
થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી છે. ત્યારે ગત રાત્રીના કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યÂક્તઓના મોત અને ત્રણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને થરાદ રેફરલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ૫ વ્યક્તિઓ
પોતાની કાર લઇને થરાદથી સાંચોર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે સામેથી આવી રહેલી ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા
૫ માંથી ૨ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત
નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ
પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News