લાખણાસર કુચાવાડા પાસે ગમખ્વાર અકસ્માત ૫ ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 11:24:31
  • Views : 426
  • Modified Date : 2019-10-01 11:24:31

બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વચ્ચે ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત પાંચના મોત નિપજતા ચકચાર મચી હતી. ચાર  મૃતકોને ડીસા સિવિલમાં
પી.એમ અર્થે ખસેડાયા હતા. બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વળાક પાસે કમાન્ડર જીપ અને અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કમાન્ડર જીપમા સવાર  પતિ પત્ની સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવના પગલે અરેરાટી વ્યાપી હતી ચાર મૃતકોને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો  સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવના પગલે ડીસા સિવિલના પી.એમ રૂમ આગળ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.


Download Our B K News Today App



Related News