પાટણના ચાણસ્મા હાઈવે પર કાળચક્ર ફરી વળ્યું આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 11:06:48
  • Views : 537
  • Modified Date : 2019-06-20 11:06:48


(પ્રતિનિધિ)    પાટણ
પાટણ ચાણસ્મા હાઈવે માર્ગ પર પાટણ તાલુકાના  મેમદપુર ગામ નજીક બુધવારની સવારે  કાર અને  લાકડા ભરેલી  આઈસર ટ્રક  વચ્ચે  સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. તેમજ આ ગોઝારી ઘટનાના પગલે  પરિવારમાં શોકનું મોજુ  ફરી વળ્યું હતું. ગતરોજ બપોરે ત્રણ મૃતકોની અંતિમયાત્રા નીકળતા  
પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી.  આ અકસ્માતની  ઘટનામાં  એક બાળકીને ગંભીર ઇજાઓ
પહોંચતા  તેને પાટણ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી છે. મૃતક કારચાલક પાટણમાં રહેતા હતા અને રાધનપુરની મોડેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના મોતના સમાચાર સાંભળી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામના વતની અને છેલ્લાં કેટલાંક સમયથી પાટણ શહેરમાં પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી યશ વિહાર સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ રામાભાઇ પ્રજાપતિ (ઉ.વ.  ૩૫) જેઓ રાધનપુરમાં આવેલી મોડલ હાઇ સ્કૂલમાં છેલ્લાં આઠ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. ગોવિંદભાઈ પ્રજાપતિ પોતાની પÂત્ન નીતાબેન
પ્રજાપતિ (ઉં.વ.૩૦) અને બે દીકરીઓ  ઉર્વી (ઉ.વ .૮) અને યસ્વી (ઉ.વ ૧૨) ને સાથે લઈને પોતાની હુન્ડાઇ ઇયોન કાર નંબર જીજે ૧૨ સીજી ૭૯૨૩ લઈને કડી ખાતે રહેતા પોતાના સાઢુભાઈ ને ત્યાં મહેમાન ગયા હતા અને ગતરોજ સવારે તેઓ કડીથી પાટણ તરફ આવી રહ્યા હતા. ત્યારે ચાણસ્મા પાટણ હાઈવે માર્ગ આવેલા પાટણ તાલુકાના મેમદપુર ગામ પાસે
પાટણ તરફથી લાકડા ભરીને આવી રહેલી આઈસર ટ્રક નંબર જીજે ૧૨ સી જી ૭૯૨૩ બંને વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારનો ભૂક્કો બોલી ગયો હતો. જ્યારે આઈસર ટ્રક અકસ્માત બાદ રોડ ઉપર પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માતની આ ગોઝારી ઘટનામાં કાર ચલાવી રહેલા ગોવિંદભાઈ પ્રજાપતિનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદભાઈ
પ્રજાપતિના પÂત્ન નીતાબેન પ્રજાપતિ અને દીકરી ઉર્વીને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફતે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે અકસ્માતની ઘટનામાં બચી ગયેલી યશ્વીને
પાટણની લાઇફ કેર હોસ્પિટલમાં સારવાર  અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલ ગોવિંદભાઈ પ્રજાપતિ તેમના પÂત્ન નીતાબેન અને દીકરી ઉર્વીની લાશને પીએમ અર્થે પાટણ સિવિલ
હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેયે મૃતકોની અંતિમ યાત્રા પાટણ શહેરના
અંબાજી મેળામાં આવેલ પ્રાર્થના ટેનામેન્ટ ખાતે રહેતા મૃતક ગોવિંદભાઈ પ્રજાપતિના પિતા રામાભાઇના નિવાસસ્થાનેથી કાઢવામાં આવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમજ આ ગોઝારી ઘટના સમાચાર મૃતક ગોવિંદભાઈ પ્રજાપતિ જે શાળામાં નોકરી કરી રહ્યા હતા તે રાધનપુરની મોડલ હાઇસ્કૂલમાં મળતા શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ ઘટનાના સમાચાર પાટણ તાલુકા પોલીસને મળતા પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રસ્તા પરથી ટ્રાફિક દૂર  કરી આઈસર ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ સ્થળ ઉપર પંચનામુ કરી મૃતકની લાશનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News