પાલનપુર નજીક માર્ગ અકસ્માતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 10:49:46
  • Views : 658
  • Modified Date : 2019-05-09 10:49:46

પાલનપુર અમીરગઢ હાઇવે ઉપર ટોલનાકા નજીક મંગળવારે બાઇક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇનું કરૂણ મોત નિપજ્યું હતુ. અમીરગઢનો આ યુવક
પાલનપુર આરટીઓ કચેરીએ બાઇકની નંબર પ્લેટ લગાવીને પરત ફરતો હતો. ત્યારે  ટેન્કર ચાલકે ટક્કર મારતાં તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતુ. યુવકના મોતને લઇ અમીરગઢ પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.
બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે. જ્યાં પાલનપુર અમીરગઢ હાઇવે ઉપર ટોલનાકા નજીક મંગળવારે બાઇક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇનું કરૂણ મોત નિપજ્યું હતુ. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમીરગઢ ખાતે રહેતો રાકેશ ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.વ. આ.૨૦) બુધવારે પોતાના નવિન મોટર સાયકલની નંબર પ્લેટ નંખાવવા માટે પાલનપુર ખાતે આવ્યો હતો. ત્યારબાદ પરત પોતાના ઘરે જતો હતો.તે સમયે ખેમાણા ટોલાનાકા પાસે આબુરોડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા રાકેશનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જેના પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવકના વાલી વારસોને જાણ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News