ડીસાના આસેડા પાસે કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:49:08
  • Views : 500
  • Modified Date : 2019-06-14 11:49:08

ડીસા તાલુકાના આસેડા
પાસે ગુરુવારે બપોરે સ્વીફટ ડિઝાયર કાર અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ
પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડીસા ખાતે રહેતા પંચાલ સમાજનો પરિવાર આસેડા પાસે તેમના ફાર્મ હાઉસ ખાતે  સ્વીફ્‌ટ ડિઝાયર કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમ્યાન ડીસા આસેડા રોડ પર સામેથી
પુરઝડપે આવી રહેલ છકડો રિક્ષા કાર વચ્ચે ધડાકાભેર ટકરાતા પ્રકાશભાઈ શાંતિભાઈ પંચાલ  (ઉ. ૪૮ રહે. ડીસા),  શાંતિભાઈ લવજીભાઈ પંચાલ (ઉ.૭૧ રહે. ડીસા), ૩- પંચાલ શિલ્પાબેન પ્રકાશભાઈ (ઉ. ૪૦ રહે. ડીસા) અને  રાવળ ઈશ્વરભાઈ ભીખાભાઇ (ઉ.૫૦ રહે. રાનેર તા.શિહોરી)ને  ઈજાઓ પહોંચી હતી.
બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ચારે ઘાયલોને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News